પાલારા ખાસ જેલ ભુજ માંથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપી પકડતી પેરોલ ફ્લોર સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજ
સરહદી રેન્જ ભુજના આઇ.જી.પી.શ્રી જે.આર.મોધલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ ધ્વારા પશ્ચિમ કચ્છ- ભુજ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ખાસ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય તેમજ પેરોલ,ફર્લો,વચગાળા જામીન,પોલીંસ જાપ્તા ફરારી તેમજ જેલ ફરારી કેદી/આરોપીઓને પકડવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ, ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.આજરોજ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર મૂળશંકર રાવલ તથા દિનેશભાઈ ખીમકરણભાઇ ગઢવી નાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમીં હકિકત મળેલ કે, પાલારા ખાસ જેલ ભુજમાથી વચગાળાના જામીન પર મકત થયલ પાકા કામના કેદી/આરોપી ખેરાજ હરજી ગચ્ચા (મહેશ્વરી) ઉ.વ.૩૫ રહે.વાવાઝોડા કેમ્પ, ગોદામમા ગણેશનગર, ગાંધીધામ હાલ રહે.દેશલપર (કંઠી) તા.મુંદરા વાળો ભુજ મધ્યે બાતમી વાળી જગ્યાએ હાજર મળી આવતા જેની પુછપરછ કરતા જણાવેલ કે પોતાને ભરણપોષણ કેસમા બે વર્ષની સજા થયેલ હતી જે સજા દરમ્યાન નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનવ્યે કોરોનાની વૈશ્વીક મહામારીને ધ્યાને રા’ની જેલમા કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામાં આવેલ ડાયરેક્શન મુજબ તા.૩૧/૧૨/૨૦૨૦ સુધા વચગાળાની જામીન રજા ઉપર મુક્ત કરવામા આવેલ અને મુદત પુરી થયેલ હોવા છતા પોતે ભુજ પાલારા જેલ ખાતે હાજર થયેલ ન હોવાની કબુલાત કરતો હોઇ જેને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બીં-ડીવીઝન પો.સ્ટે ખાતે સુપ્રત કરવામા આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં પરોલ ફર્લો સ્કોડના પો.સબ ઇન્સ.શ્રી એસ.એ.મહેશ્વરી તથા એ.એસ.આઇ હરિલાલ બારોટ તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તઘા દિનેશભાઇ ગઢવી, રઘુવિરસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા ડા.પો.કો. સુરેશભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.