ટંકારા તાલુકાનાં નેસડા ખાનપર ગામમાં જિલ્લા LCB ની ટીમે જુગાર પર છાપો મારી ઘરમાં જુગાર રમતા મકાનમાલિક સહિત 7 ઇસમો ઝડપાયા જેથી પોલીસે 1,04,500 નો મુદામાલ કબ્જે કરીને વધુ તપાસ કરી હતી આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા તાલુકાનાં નેસડા ખાનપર ગામમાં જુગાર રમતા હકીકત બાતમી મળતા મોરબી જિલ્લા LCB ની ટીમમે ત્યાં જુગાર પર છાપો માર્યો હતો. ત્યારે ઘરમાં જુગાર રમતા ઘર મકાનમાલિક સહિત 7 ઇસમો મળી આવ્યા હતા. આ અંગે પોલીસે રોકડ 1,04,500 નો મુદામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.