ચૂંટણી ટાણે બંદુક અને કારતુસ સાથે ડુંગરાથી એક ઝડપાયો,પોલીસ જવાનોની મહેનત રંગ લાવી

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી ટાણે ડુંગરા પોલીસે હાથ ધરેલા ખાસ પેટ્રોલિંગ દરમિયાન તેમણે 12 બોરની બંદુક અને 3 જીવતા કારતુસ સાથે એકને ઝડપી પાડ્યો હતો. ડીએસપી ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને ડીવાયએસપી વી. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને લઇ પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ. આ પેટ્રોલિંગમાં તેમણે ડુંગરા પોલીસના હદ વિસ્તારમાંથી અરુણ બલીરામ યાદવ (રહે. લવાછા, વાપી)ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી 12 બોરની બંદુક કિંમત રૂ. 5 હજાર અને 3 જીવતા કારતુસ કિ. રૂ. 300ના મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે