વલસાડમાં લાખો રૂપિયા ભરેલું એટીએમ તોડવાનો પ્રયાસ
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એટીએમને નિશાન બનાવવાના બનાવો વધી રહ્યા છે . વલસાડ જિલ્લાના વાંકલમાં જાહેર રસ્તા પર આવેલા બેંક ઑફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો . રાત્રે બેંક ઑફ બરોડાનું એટીએમ રાખ્યું હતું તે દુકાનમાં તસ્કર દાખલ થયો હતો . મોઢે કપડું બાંધી તસ્કરે દુકાનમાં ઘૂસી સાધનો વડે એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો . જોકે , મશીન ન તૂટતા તે થોડીવારમાં એટીએમ કેબિનમાંથી બહાર નીકળી ગયો છે . આ દરમિયાન નાઈટ પેટ્રોલિંગમાં રહેલા પોલીસના જવાનોએ શંકાસ્પદ હાલતમાં જોવા મળેલા વ્યક્તિની પૂછપરછ કરી હતી . ત્યારબાદ શંકા જતા તેની અટકાયત કરી હતી . વ્યક્તિની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે છ્સ્ તોડવાનો પ્રયાસ કર્યો હતો હોવાની કબૂલાત કરી હતી . આથી પોલીસે તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો . પોલીસે તેની પાસેથી મશીન તોડવાના સાધન સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે .
આરોપીની ધરપકડ સાથે જ બેંક ઑફ બરોડાના એટીએમ માં બેંક દ્વારા લોડ કરવામાં આવેલા રોકડા રૂ પિયા ૫ લાખથી વધુની રકમ બચી ગઈ છે . વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ હાથ ધરી છે . મહત્ત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ વાપી સેલવાસ રોડ પર પણ એક ખાનગી બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો . જોકે , એ વખતે પણ આરોપીઓ એટીએમ તોડવામાં નિષ્ફળ રહ્યા હતા . આથી બેક્નના એટીએમ માં લોડ કરવામાં આવેલા કરોડો રૂ પિયા બચી ગયા હતા . આ કેસમાં બે આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા .
આ દરમિયાન ચોંકાવનારી વાત એ પણ બહાર આવી છે કે બંને ઘટનાઓમાં બેક્નો દ્વારા લાખો અને કરોડો રૂ પિયા એટીએમમાં ભરેલા હોવા છતાં પણ એટીએમ ને રાત્રે સિક્યુરિટી ગાર્ડ વિના જ રેઢા મૂકી દેવામાં આવે છે . આ કારણે જ એટીએમ તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે . પોલીસ વિભાગ દ્વારા એટીએમને રામ ભરોસે છોડી દેતી બેંકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે .