ભાયાવદર નગરપાલિકા દ્વારા અનેકો કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ ભાયાવદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું ભાયાવદર ગામ કે જે નગરપાલિકા સંચાલિત ગામ છે જેમાં સ્થાનિક રહેતા નીરજભાઈ મકવાણાએ આક્ષેપ કર્યો છે કે ભાયાવદર નગરપાલિકા દ્વારા અનેકો કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે.ભાયાવદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા એવું જણાવાયું છે કે તેમને અલગ-અલગ પ્રકારની માહિતીઓ માહિતી અધિનિયમ ૨૦૦૫ હેઠળ માંગવામાં આવી હતી જેમાં તેમને મળેલ માહિતીમાં જણાવેલ વિગતો અને માહિતી બાદ આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા એવું જણાવાયું કે અહીંયા રોડ, રસ્તા, પાણી, સીસીટીવી કેમેરા, સહિતની માહિતી માંગવામાં આવી હતી તેમાં પાલિકાના સત્તાધીશો દ્વારા આમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આવા ભ્રષ્ટાચારના આક્ષેપોમાં જે પ્રકારે આ ભાયાવદરના આરટીઆઈ એક્ટિવિસ્ટનું કહેવું છે કે ભાયાવદર નગરપાલિકા સત્તાધીશો દ્વારા આવાસ યોજનામાં પોતાના લગતા વળગતાઓને લાભ આપવી અને જરૂરિયાત્માન્દ અને ગરીબ લોકોને લાભોથી વંચિત રાખવામા આવે છે તેવા પણ આ સાથે આક્ષેપો કરવામાં આવ્યા છે.આ ભાયાવદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જણાવાયું છે કે નગરપાલિકા દ્વારા ગેયકાયદેસર રીતે ડીજલના પણ ખોટા બિલો બનાવેલ છે અને તેમાં પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવું જણાવી રહ્યા છે અને સાથે એવું પણ જણાવેલ કે નગરપાલિકાના તંત્ર અને સતાધારી બોડી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર અંદાજે ત્રણ વર્ષથી ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહો છે.આવા ગંભીર પ્રકારના આક્ષેપો બાદ આ અંગે ભાયાવદાર નગરપાલિકાના પ્રમુખે આવા આક્ષેપો અંગેના કઈક અલગ જ જવાબો આપ્યા ત્યારે શું કહ્યું પાલિકાના પ્રમુખે તે પણ તેમના મુખેથી સાંભળીએ.જે પ્રકારે પાલુકા પ્રમુખે જવાબ આપતા જણાવ્યુ કે આ માત્ર રાજકીય રીતે બદનામી કરવાના ઇરાદે આ સમગ્ર બાબતે પ્રયાસ થઈ રહ્યા હોય તેવું જણાવેલ ત્યારે આ સાથે તેમનું કહેવું છે કે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે તેમાં તેમના પત્ની રાજકોટ જિલ્લા પંચાયતની કોલકી બેઠકમાં કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે જેમાં તેમણે રાજકીય રીતે ખોટી રીતે બદનામ કરવાના ઇરાદે આવા ખોટા અને પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેવું નયનભાઈ જીવાણીએ જણાવેલ અને સાથે તેમણે સત્તાના જવાબદાર વ્યતિ તરીકે વધુમાં એવું પણ જણાવ્યુ કે જો ભાયાવદાર નગરપાલિકાના કામમાં શંકા અને અશાંતોષ કે ભ્રષ્ટાચાર લાગતો હોય તો તેમને ઉપલા લેવાલથી તપાસ કરાવવી જોઇયે. વધુમાં પાલિકા પ્રમુખ નયનભાઈ જીવાણીએ એવું પણ જણાવેલ કે જો આ અંગેની કોઈ પણ પ્રકારની તપાસ આવશે તો અમો પણ આ તપાસમાં પાલિકાના સત્તાધારી અને જવાબદાર વ્યક્તિ તરીકે પૂરતો સહયોગ પણ આપશુ જેથી કરીને લોકોની સામે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેવું પણ જણાવેલ.આ સમગ્ર આક્ષેપ બાદ ભાયાવદાર નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવા જતાં જાણવા મળ્યું કે તેઓ રજા ઉપર છે ત્યારે આવા ગંભીર આક્ષેપો બાદ તો હાલ આવા તમામ પ્રકારના આક્ષેપો બાદ ઊંડાણ પૂર્વક તપાસ થસે ત્યારે જ ખ્યાલ આવશે કે ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ ? અને થયો છે તો કેટલો થયો છે અને ક્યાં-ક્યાં કામોમાં થયો છે તે તો ખરેખર તપાસ થસે તો જ સામે આવશે.રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા