રાપર તાલુકા ના ડો. મઠ નું સન્માન સિનિયર સિટીઝન ગૃપ દ્વારા કરવામાં આવ્યું

રાપર તાલુકા મા સૌ પ્રથમ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવી રાપર ને કર્મભૂમિ બનાવનાર ડો. માધવ મઠ ને વાગડ વિસ્તારમાં પચાસ વર્ષ પૂર્ણ થતાં રાપર શહેરમાં આવેલ સિનિયર સિટીઝન ફેન્ડ કલબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ડો. મઠ ને કચ્છી પાધડી અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત મોમેન્ટો અને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ લાલ ઠક્કર અનોપસિંહ વાધેલા માજી મામલતદાર સુરેશભાઈ ઠક્કર વેલજી ભાઈ પરમાર મોરારદાન ગઢવી કાંતિભાઈ પટેલ હસમુખ પ્રજાપતિ રાસુભા સોઢા કરણસિંહ વાધેલા મંગલ ડોડીયા રમેશ પિઠડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા ડો. મઠ એ સન્માન ના પ્રત્યુત્તર મા આભાર ની લાગણી વ્યક્ત કરી હતી ડો મઠ એ વાગડ ના રાપર ને પોતાની કર્મભૂમિ બનાવી ને પચાસ વર્ષ પૂર્ણ કર્યા છે મુળ કર્ણાટક થી ગુજરાત મા ડોક્ટર તરીકે આરોગ્ય કેન્દ્રમાં ભરતી થયા હતા અને રાપર મા પોસ્ટ મળ્યું હતું અને ત્યારબાદ ખાનગી હોસ્પીટલ શરૂ કરી હતી અને અનેક લોકો ને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા બચાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા તો અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ ડો. માધવ મઠ દ્વારા શરૂ કરવામાં આવી છે લોકડાઉન દરમિયાન અનેક લોકો ને ફુટ પેકેટ તેમજ કીટ વિતરણ કરી હતી તો આરોગ્ય ને લગતા કેમ્પ સાથે સતત પ્રયત્નશીલ રહે છે તો રાપર તાલુકા મા ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન મા પણ સક્રિય રહ્યા છે આમ ડો. માધવ મઠ એ વાગડ ને કર્મભૂમિ બનાવી છે તે ખરેખર કાબિલેદાદ છે