પોરબંદરમાં મીઠાપુરનો શખ્સ ૭ હજારના ગાંજા સાથે ઝડપાયો

ચોપાટી મેદાનમાં પોલીસે પ્રવીણ લખમણભાઈ સોલંકી રે. મીઠાપુરવાળાને ૭૭૧૦ની કિંમતનો ગાંજો ૧૨૮૫ ગ્રામ સાથે પકડીને ગુન્હો નોંધ્યો છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓને પકડી પાડવા માટે સૂચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર કે.આઈ. જાડેજા અને પોલીસ સબ ઈન્સપેકટર એચ.સી. ગોહીલનાઓએ અલગ અલગ ટીમો બનાવી ખાનગી રીતે તપાસ શરૂ કરેલ તે દરમ્યાન કોન્સ્ટેબલ વિપુલ મેરામભાઈ તથા કોન્સ્ટેબલ સમીરભાઈ જુણેજાને મળેલ ચોક્કસ અને આધારભૂત રીતે મળેલ બાતમી આધારે ચોપાટી મેદાન પાસે રેઈડ કરતા આરોપી પ્રવીણ લખમણભાઈ સોલંકી (ઉ.વ.૧૯) રહે. મીઠાપુર, ગણેશપરા તા. દ્વારકા, જી. દેવભૂમિ દ્વારકા હાલ ચોપાટી મેદાન પોરબંદરવાળાના કબ્જામાંથી ગાંજો કેફી પદાર્થ ૧૨૮૫ ગ્રામ કિં. રૂ. ૭૭૧૦ તથા મોબાઈલ ફોન નંગ ૧ કિં. રૂ. ૫૦૦ના કુલ મુદામાલ ૮૩૧૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કમલાબાગ પોલીસ સ્ટેશન એનડીપીએસ એકટની કલમ ૮-સી, ૨૦-બી, ૨૯ મુજબ રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઈન્સપેકટર કે.આઈ. જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેકટર એચ.સી. ગોહીલ તથા એસ.ઓ.જી. સ્ટાફના એએસઆઈ એમ.એમ. ઓડેદરા, હેડ કોન્સ. સરમણભાઈ રાતીયા, એમ.એચ. બેલીમ, કોન્સ. સમીરભાઈ જુણેજા, વિપુલભાઈ બોરીચા, મોહીતભાઈ ગોરાણીયા, સંજય કરશનભાઈ, ડ્રા. એ.એસ.આઈ. માલદેભાઈ મુળુભાઈ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.