ગુજરાતની જનતાએ ફરી ભાજપ પર વિશ્વાસ રાખી ૬ મહાનગરપાલીકા માં આપી સ્પષ્ટ બહુમતી – વિનોદ ચાવડા.

ગુજરાતની ૬ મહાનગર પાલીકામાં ભાજપની ભવ્ય જીત થઇ છે. લોકોએ ભાજપ અને ગત ટર્મ માં ભાજપે કરેલ કાર્યો માં વિશ્વાસ મુકી નવ ભારત નિર્માણ ના આપણા યશસ્વી લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પ સાકાર કર્યો છે. વિકાશસીલ ગુજરાતનાં કર્ણધાર શ્રી વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ અને સરકાર જન હિતના ત્વરિત નિર્ણયો, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી ના તટસ્થ નિર્ણય અને વ્યુરચના સમસ્ત ભાજપ ટીમને ‘સબકા સાથ સબકા વિશ્વાસ, સબકા વિકાસ’ ના સુત્ર સાર્થક થયેલ છે.         ગુજરાત નાં બધાજ વિજયી ઉમેદવારને અભિનંદન આપતાં સાંસદશ્રી અને પ્રદેશ ગુજરાત ભાજપ મહામંત્રી શ્રી વિનોદ ચાવડાએ લોકોનો આભાર માન્યો હતો અને મળેલ જીતથી વધતી જવાબદારી ને પૂર્ણ કરવા, લોકહિત લક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવા આપીલ કરી હતી