તમિલનાડુના શિવકાશીમાં ફટાકડા ફેકટરીમાં લાગી ભીષણ આગ, 6 નાં મોત
ગુરુવારે તામિલનાડુના વિરુધુનગર વિસ્તારમાં ફટાકડા ફેકટરીમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 6 લોકોનાં મોત અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ફેક્ટરી શિવકાશી પાસે આવેલી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવામાં લાગી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, કારખાનામાં હજુ સુધી આગના કારણો જાણવા મળ્યા નથી.તામિલનાડુના વિરુધુનગરમાં આરોગ્ય સંયુક્ત નિયામકે ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે કેટલાંક ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ આસપાસની ઇમારતો પણ ખાલી કરાવી છે.આપને જણાવી દઈએ કે, ફટાકડા ફેકટરીમાં આગ લાગવાનો આ બીજો અકસ્માત છે. 12 ફેબ્રુઆરીએ વિરુધુનગરના અચ્ચાનકુલમ ગામે આવેલી ફટાકડાની ફેકટરીમાંમાં આગ લાગી હતી, જેમાં 11 લોકો માર્યા ગયા હતા અને 36 થી વધુ લોકો ઘાયલ થયા હતા.તપાસના અહેવાલ મુજબ, જ્યારે કારખાનામાં કેટલાક કેમિકલ મિશ્રિત થઈ રહ્યા હતા ત્યારે આગ લાગી હતી. આ પછી એક મોટો વિસ્ફોટ થયો અને આગ વાયુવેગ ફેલાવા લાગી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકના સંબંધીઓને 2 લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે.