મહિસાગરઃ બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોના કરુણ મોત

d44322ec3299dc8e1006d896c7622598b068a92283d7d5c37177d1141ab91b8f

જરાત અને દેશમાં માર્ગ અકસ્માતો દિવસેને દિવસે વધતાં જાય છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આવોજ એક ગમખ્વાર અકસ્માત મહિસાગર જિલ્લાના લુણાવાડા-સંતરામપુર હાઇવે ઉપર સર્જાયો હતો. હાઇવે ઉપર કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્મતા થયો હતો. જેના પગલે એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા હતા.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રવિવારે સાંજના સમયે લુણાવાડા સંતરામ પુર હાઈવે પર બાઈક પર એક પરિવાર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક મોત બનીને પાછળથી આવતી કારે ફૂલ સ્પીડમાં બાઈક સવારોને હવામાં ફંગોળી દીધા, જેમાં માતા-અને પુત્રી રોડ પર પટકાયા તો પિતા અને પુત્ર ઝાડીઓમાં પટકાયા.

આ અકસ્માતમાં એક જ પરિવારના ચારે લોકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા. કાર ચાલકે બાઈકને ટક્કર માર્યા બાદ એક ઈલેક્ટ્રીક થાંભલે જઈ ભટકાઈ હતી, જેમાં થાંભલો પણ વળી ગયો હતો, તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે, ટક્કર કેટલી જબરદસ્ત હશે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાની જાણ સ્થાનિકોએ તુરંત પોલીસ અને 108ને કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં ચારે લોકોના મોત થઈ ચુક્યા હતા. હાઈવે પર અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી મામલો સંભાળી લીધો હતો.

હાલમાં પોલીસે તમામ મૃતકોની બોડીને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડી છે. તથા બાઈક પર સવાર પરિવાર ક્યાંનો હતો, કેવી રીતે કાર ચાલકે ટક્કર મારી વગેરે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્.વાહી શરૂ કરી છે. સાથે કાર કોની છે, તે દિશામાં પણ તપાસ શરૂ કરી અકસ્માત સર્જનારને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.