કચ્છમાં એક જિલ્લા અને દસ તા. પંચાયતની ચૂંટણીમાં ૬૩.૩૭ ટકા મતદાન : શહેર કરતાં ગ્રામીણ મતદારોમાં ઉત્સાહ વરતાયો

e131645a9c9f44e1cadcfa6242d6d56690f6479a3ed8ae54df4516a10fb0cc61

કચ્છમાં પાંચ નગરપાલિકા કરતાં એક જિલ્લા અને દસ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૧૩ ટકા વધુ મતદાન થયું હતું. નગરપાલિકાઓ માં શહેરી મતદારોની ઉદાસીનતા ને કારણે ૫૦ ટકા જ્યારે ગ્રામીણ મતદારોના ઉત્સાહ ને કારણે જિલ્લા અને તા.પંચાયતમાં ૬૩ ટકા જેટલું મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન લખપત તાલુકામાં ૭૮ ટકા જ્યારે બીજા નંબરે મુન્દ્રા તાલુકામાં ૭૨ ટકા મતદાન થયું હતું. જ્યારે અંજાર તાલુકામાં ૬૫, અબડાસા ભુજ અને માંડવી તાલુકામાં ૬૪ ટકા મતદાન થયું હતું. આ સિવાય રાપર તાલુકામાં ૬૦ ટકા, ભચાઉ અને નખત્રાણા તાલુકામાં ૫૮ ટકા મતદાન થયું હતું. કુલ ૬ લાખ ૬૭ હજાર ૩૦૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૩ લાખ ૫૬ હજાર ૩૨૬ પુરુષ મતદારોએ જ્યારે ૩ લાખ ૧૦ હજાર ૯૨૫ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.