શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
ગાંધીધામ : દર વર્ષે સાંસદશ્રીના જન્મદિવસ નિમિતે વાવાજોડા કેમ્પમાં નાના ભૂલકાઓને બિસ્કિટ અને ફ્રૂટ તેમજ અનાજ વિતરણ કરી ઉજવવામાં આવ્યો હતો.દર વર્ષે જેમ આ વર્ષે પણ ગણેશનગર મહેશ્વરી સમાજવાડી મધ્યે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ યુનિટ નું લક્ષ્ય સાહેબ શ્રીના જેટલાં વર્ષ થયા એટલું હતું પણ મિત્રો અને વડીલોના આર્શિવાદથી 42+4=46 બ્લડ યુનિટ જમા થયા હતા.
આ કાર્યમાં છેલ્લા 8 વર્ષથી વિનોદભાઈ ચાવડા ફ્રેન્ડસ ગ્રુપના લક્ષમણ લાલણ અને રમેશ બળિયા, યુવા ગ્રુપ, ગણેશ નગર મહેશ્વરી સમાજના પ્રમુખ હીરાભાઈ ધુંવા, આદિપુર મહેશ્વરી સમાજના પ્રમુખ બાબુભાઇ કરશનભાઈ જંજક,સેક્ટર 7ના પ્રમુખ શ્રી કરસન પી. દનિચા, માજી પ્રમુખ ગણેશનગર શ્રી ભારમલ મારાજ માજી નગરપપતિશ્રી કાનજીભાઈ ભર્યા, ગાંધીધામના પૂર્વ પ્રમુખ પુનિત દુધેરેજિયા, વોર્ડ નં. 13ના કાઉન્સિલર મનીસાબેન ધુંવા, વોર્ડ 6ના કાઉન્સિલર સીતા ક્રિષ્ન રાવ, વોર્ડ નં. 4ના કાઉન્સિલર સુરેશ મારાજ વગેરે હાજર રહ્યા હતાં