અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા ત્રીજી સમૂહશાદીમાં 19 યુગલો નિકાહના બંધનથી બંધાયા

અબડાસા તાલુકાના નાનાવાડા ગામ મધ્યે અખિલ કચ્છ હિંગોરા સમાજ સંચાલિત હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા ત્રીજી સમુહશાદીનું આયોજન કરવામાં આવ્યું હતું કોવિડ 19 ના હિસાબે બહુજ સિમિત સંખ્યા માં કુલ 38 છોકરા અને છોકરીઓ લગ્ન બંધનમાં જોડાયા હતા પ્રોગ્રામની શરૂઆત મૌલાના ખાલિદ હિંગોરા એ કુરાનશરીફની તિલાવતથી કરી હતી, તકરીર સૈયદ સલીમબાપુ દ્વારા કરવામાં આવી હતી, આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત સમાજના પ્રમુખ હાજીજુણસ હિંગોરા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સૈયદ સલીમબાપુની સેવાકીય પ્રવૃત્તિઓની કદરરૂપે સંસ્થાના મુખ્ય દાતા હાજીસિદ્દીક મૂસા હિંગોરા ના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, કચ્છ જિલ્લા હિંગોરા સમાજના પ્રથમ પી.એસ.આઈ. ઈશાકભાઈ હિંગોરાને સૈયદ બશીરબાપુના વરદહસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા, સમાજના પ્રથમ ડો.જાફરભાઈ તથા અબડાસા તાલુકા પંચાયતના સદસ્ય જાફરભાઈ ખીરસરા(વીં) વાલાનું અને સૈયદ આલે રસુલ સમાજના આવેલા તમામ મહાનુભાવોનું સન્માન સમાજના હોદેદારોના હસ્તે કરવામાં આવ્યું.જામનગર જિલ્લાથી આવેલ સમાજના આગેવાનો આમદભાઈ હિંગોરાનું સન્માન અબડાસા સરપંચ સંગઠનના મહામંત્રી રજાક હિંગોરાના હસ્તે અને હુસેનભાઇ હિંગોરા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભેનકવાળ ગામના માજી સરપંચ મામદભાઈ હિંગોરા સહિતના આગેવાનોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ નવયુગલોની નિકાહ સૈયદ બશીરબાપુ ખીરસરા દ્વારા પઢવામાં આવી હતી, સલાતો સલામ સૈયદ અબ્દુલહમીદશાએ પેશ કર્યું હતું. આભારવિધિ હુસેનભાઇ માસ્તરએ કરી હતી. દરેક યુગલોને સમાજ તરફથી ઘરવખરીનો ફર્નિચર આપવામાં આવ્યું હતું કન્યાદાનમાં દાતાઓ દ્વારા સોનાની વીંટી સહિત ગિફ્ટો આપવામાં આવી હતી. આવેલ મહેમાનો દ્વારા કન્યાઓને કન્યાદાન રૂપે રોકડ રકમ પણ આપવામાં આવી હતી. પ્રોગ્રામનો આયોજન હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, વ્યવસ્થા સમગ્ર હિંગોરા સમાજની યુવા ટીમે કરી હતી, સંચાલન મુસ્તાક મૌલાના એ કર્યું હતું એવું સમાજના મહામંત્રી ખાલિદભાઈ હિંગોરા એ જણાવ્યું હતું.