આડેસર ચેક પોસ્ટ ખાતે પૂર્વ બાતમી આધારે ટાટા કંપનીનો ટેમ્પામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાના પ્રોહી.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલ। સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી-પી.આઇ.શ્રી.રાપર સર્કલ રાપર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી./જુઞારની બદી નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ. જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ તથા પોલીસ સબ ઈન્સપેકટર જી.એ.ઘોરી તથા પોલીસ સ્ટાફના માણસો આડૅસર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન પો.સ.ઇ.વાય.કે.ગોહિલ નાઓને મળેલ બાતમી આધારે ટાટા કપનીના ટેમ્પા નં. KA,52-A,7337 વાળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાઘે એક ઇસમને પકડી પાડી તેના વિરૂઘ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ. એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.