આણંદપર બાઘીના યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો

આણંદપર બાઘીમાં કિશોર ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં પરિવાર જનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. માતા-પિતા મજુરી કરવા ગયેલ હતા તે પરત આવતા દીકરાને ફાંસો ખાધેલ હાલતમાં જોવા મળ્યો હતો. આ અનુસાર કુવાડવા પોલીસ સ્ટેશનનાં સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ આણંદપર બાઘીમાં રહેતા કિશોર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા 108  ઘટનાસ્થળે પહોંચી કિશોરને  મૃત જાહેર કર્યો હતો. યુવકના .માતા-પિતા ખેતમજુરી કરતા હતા પોતે પણ કારખાનામાં મજુરી કામ કરતો હતો.
યુવકના માતા-પિતા ઘરે આવ્યા ત્યારે બારણા ખખડાવ્યા પરંતુ બારણા ખોલ્યા નહિં બારણા તોડીને જોતા પુત્ર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.આ અનુસાર કુવાડવા પોલીસ આગળની તપાસ હાથ ધરી હતી.