ટંકારાના પ્રભુનગરમાં યુવકને માર મારનાર ઈસમની અટક

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલ પ્રભુનગરમાં રહેતા અને ખેતીકામ કરતા યુવકે તાલુકા પોલીસ મથક મધ્યે થોડા સમય પહેલા જયદિપ બાબુભાઈ બસીયા રહે. પ્રભુનગર વિરુધ્ધ ગુનો દાખલ કરી છે જેમાં જાણવા મળ્યું હતું  કે જાનથી મારી નાખવાની ચીમકી અપાઈ હતી અને માર માર્યો હતો જેથી તાલુકા પોલીસે યુવકની ફરિયાદના આધારે શખ્સને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.