જુનાગઢમાં કિશોરીનું સાસણમાંથી અપહરણ કરાયું

મળતી માહિતી મુજબ /જુનાગઢની કિશોરીનું સાસણ મધ્યે ઈસમ અપહરણ કરી જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢનાં ઉધીવાડામાં નાપકવાડા મસ્જિદની પાછળ રહેતો એક પરિવાર તાજેતરમાં તાલાલ મધ્યે લગ્નમાં ગયો હતો.બાદમાં સાસણ મધ્યેથી ગત તા. 13ના માર્ચના રોજ પરિવારની 16 વર્ષની સગીર પુત્રીને જુનાગઢના પિશોરીવાડામાં મસ્જિદ પાસે ઈસમ લલચાવીને લગ્ન કરવાની લાલચ આપી કિશોરીનું અપહરણ કરી ગયો હતો.આ અંગે પોલીસે ઈસમ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.