કેશોદ નજીક ડમ્પર મહિલાને ટક્કર મારતા મોત

મળતી માહિતી મુજબ માણાવદર મધ્યે રહેતી મહિલાને કેશોદ મધ્યે ડમ્પર ડ્રાઈવર ટક્કર મારતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું મૃતકના પુત્રએ કેશોદ પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો. કેશોદ ખાતે ચાર ચોકમાં જઈ રહ્યા હતા. ત્યારે ડમ્પર ટ્રક નં. જી.જે.13 એડબલ્યુ 1115ના ચાલક ડ્રાઈવરે મહિલાને હડફેટે લઈ લેતા શરીરના ભાગે ગંભીર ઈજા થતાં દવાખાને ખસેડવામાં આવેલ જયાં તેમનું સારવાર અર્થે મોત નોંધાતા કેશોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.