ઉપલેટામાં શહીદ દિવસ નિમિતે શહેરના રાજમાર્ગો પર મશાલ રેલી કાઢી શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી

23 માર્ચ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વાત કરીએ તો શહીદ દિવસ નિમિત્તે દેશમાં અને દેશ માટે જેમને પોતાનું બલિદાન આપી દીધું એવા દેશના શહીદ વીરોને યાદ કરી સૌ કોઈ તેમના કાર્યોને અને તેમની વીરતા અને બલિદાનને યાદ કરી શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશ અને દેશના લોકો માટે જેમને પોતાનું બલિદાન દઈ દીધું એવા ભારતના શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્વારા રાષ્ટ્રીય એકતા મશાલ સરઘસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના રાજમાર્ગો પર મશાલ રેલી કાઢી અને શહેરના જાહેર ચોકમાં આવતા દેશના વીર અને શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ રેલીમાં શહેરના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા જેમાં પુરૂષો, મહિલાઓ, બાળકો તેમજ નવ યુવાનો દ્વારા હાથમાં મશાલ લઈને શહેરના રાજમાર્ગો પર રેલી કાઢી અને શહેરના બસ સ્ટેન્ડથી શહીર વીર ભગતસિંહ ચોક સુધી મશાલ રેલી કાઢવામાં આવી હતી અને શહીદ દિવસ નિમિતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી
બાઈટ:- ડાયાભાઈ ગજેરા (રેલી, આગેવાન ઉપલેટા)
રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા