રાજકોટમાં 12 કોરોના દર્દીઓના થયા મોત

મળતી માહિતી મુજબ/ રાજકોટમાં કોરોના કહેર વધી રહ્યો છે. ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલનાં બિછાને સારવાર લઇ રહેલા દર્દીઓ મોતને ઘાટ ઉતરવા પામ્યા છે. ગુરુવારે  11 દર્દીઓનાં મોત પછી આજે વધુ 12 દર્દીઓના સત્તાવાર મોત નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં ફરી કોરોના ઘાતક બનતા ડરામણો માહોલ જોવા મળી રહ્યો છે.આરોગ્ય વિભાગે જાહેર કરેલા બુલેટીનમાં આજે વધુ 12 દર્દીઓના મોત નોંધાયા છે.