GVK EMRI 108 મોથાળા એમ્બ્યુલન્સ દ્વારા સોનાના દાગીના તથા રોકડ પરત કરી પ્રામાણિકતાનો ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે

વિગતવાર જોતા તારીખ ૪ એપ્રિલ 2021 ના રોજ આશરે સાંજે ચાર વાગ્યાના સુમારે જીવીકે ઈ.એમ.આર.આઈ. 108 મોથાળા એમ્બ્યુલન્સને એક વિભાપર ટર્નિંગ પાસે કાર અને ટ્રક વચ્ચેનો અકસ્માતનો કોલ મળ્યો હતો જેમાં 108 મોથાળા ટીમના ઈ.એમ.ટી. અક્ષયરાજ અને પાયલોટ ગજેન્દ્રસિંહ તરત જ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. જેમાં ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ જોતા વધુ બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે બોલાવાઈ હતી અને પોતે વધારે ઇજા પામેલ વ્યક્તિને લઈને તરત જ જી.કે.જનરલ ભુજ હોસ્પિટલ ખાતે જવા રવાના થયા હતા. હોસ્પિટલ પહોંચી દર્દીને દાખલ કર્યા હતા આ દરમિયાન એમની પાસેથી સામાન હતો જેમાં સોનાના કડા, ચેન, વીટી, બુટ્ટી એમ મળી આશરે છ તોલા જેટલો સામાન જણાતો હતો જેની કિંમત આશરે બે લાખ સિતેર હજાર (2,70,000) રૂપિયા જેટલી થાય છે અને તેની સાથે રોકડ રૂપિયા 645 મળી આવેલ હતા, જે હોસ્પિટલના સ્ટાફને સુપ્રત કર્યા હતા. આમ 108 મોથાળા લોકેશન દ્વારા પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે.