જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં 5માં માળેથી નીચે પડતાં કિશોરીનું મોત

મળતી માહિતી મુજબ/ જામનગરમાં 5 મા માળેથી નીચે પડતાં 16 વર્ષની 1 કિશોરીનું ગંભીર ઇજા પહોંચતા મોત થયું છે. પોલીસે મૃતદેશનો કબ્જો સંભાળી આ ઘટનાની આગળની કાયવાહી હાથ ધરી છે. જામનગરમાં ચાંદીબજાર પાસે નેમિનાથ કોમ્પ્લેકસના પાંચમા માળે બ્લોક નં.502માં રહેતી ચાર્મીબેન વિપનકુમાર અધ્વર્યુ નામની 16 વર્ષની તરૂણી રાત્રીના સમયે અકસ્માતે બાલ્કનીમાંથી નીચે પડી ગઈ હતી અને ગંભીર ઇજા પહોંચતા કિશોરીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના અંગે મૃતકના કુટુંબી નટુભાઇ ભગવાનજીભાઇ જોશીએ પોલીસને જાણ કરતા સીટી એ ડિવિઝન પોલીસે ચાર્મીબેનના મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે અને આ બનાવ અંગેની ઉંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરી છે.