વિદેશી શરાબની 2 બોટલ સાથે 1ની અટક

પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં કોરોના કહેર વચ્ચે પણ શરાબની રેલમછેલ થઇ રહી છે. તેવામાં શહેરના તીરૂમાલા સોસાયટીમાં રહેતા અને નોકરીયાત વર્ગમાંથી આવતા ગૌરાંગ પોતાની મોટર સાયકલ લઇને નીકળેલા ત્યારે પેટ્રોલીંગમાં રહેલા એએસઆઇ બી.સી.મીયાત્રાએ 80 ફૂટ રોડ પર અટકાવીને તલાસી લેતા તેમના પોતાના બાઇક ડેકીમાંથી 2 નંગ વિદેશી શરાબની મળી આવેલ હતી. જેમની અટકાયત કરીને તે શરાબ કયાંથી લવાયેલ હતી તેમની વધુ કાર્યવાહી ભકિતનગર પોલીસ દ્વારા ચાલી રહી છે.