રાપર તાલુકા પંચાયત સમિતિની બેઠકમાં ગામડામાં વિકાસ માટે આયોજન

રાપર: આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હમિરજી સોઢા ના અધ્યક્ષ પદે રાપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો ની બેઠક મળી હતી જેમાં તાલુકા ના 97 ગામો અને 227 વાંઢ વિસ્તાર ના કામો માટે આયોજન સમિતિની બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15% વિવેકાધીન ગ્રાન્ટ ખાસ અંગભૂત ગ્રાન્ટ 20.00લાખ તેમજ પ્રોત્સાહક ગ્રાન્ટ રુ. 2.50 લાખ ની જોગવાઈ કરી રસ્તા પાણી આંગણવાડી ગટર યોજના પેવર બ્લોક આરોગ્ય શિક્ષણ તેમજ સ્વચ્છતા સહિત ના કામો ને અગ્રતા આપવામાં આવશે કુલ રૃપિયા એક કરોડ બાવીસ લાખ પચાસ હજાર ની ગ્રાન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મળેલી બેઠકમાં જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીરભાઈ રાજપૂત તાલુકા પંચાયત પ્રમુખ હમિરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ કારોબારી ચેરમેન દાનાભાઈ વાવીયા મોતીભાઈ ભરવાડ કિશોરભાઈ મહેશ્વરી મોહનભાઇ બારડ જયશ્રીબા રાજુભા જાડેજા મહાવીરભાઈ જોગુ કંકુ બેન ભગાભાઇ આહિર શાંતિ બેન કાનજીભાઈ રાજપુત મયુરીબા શક્તિસિંહ જાડેજા સહિત ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન ની બેઠક મા કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી આર. કે રાઠવા આંકડા અધિકારી ડી. જે. ચાવડા બાંધકામ ના ઈલેવનસિંહ રાજપૂત હરેશ પરમાર પ્રતાપ પરમાર બી. પી. ગુંસાઈ શિલાબેન બારીયા દિનેશ ભાઈ સુથાર હાર્દિક પટેલ હુશેન જીએજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.