રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને નાથવા માટે તૈયારીઓ

રાપર: હાલ વાગડ વિસ્તારમાં દિન પ્રતિદિન વધી રહેલા કોવિડ 19 ના કેસો અંગે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી માત્ર ને માત્ર તંત્ર અને લોકો ને ઉઠાં ભણાવી રહ્યા છે ત્યારે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા 97 ગામો અને 227 વાંઢ વિસ્તારમાં કોરોના ના કેસમાં વધારો ના થાય તે માટે આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા ના તમામ સરપંચ અને તલાટી મંત્રી ની બેઠક બોલાવાઈ હતી જેમાં તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ને નાથવા માટે કડક પગલાં લેવા માટે સરપંચ અને તલાટી ને જણાવ્યું હતું તાલુકા પંચાયત પ્રમુખ હમિરજી સોઢા તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયગિરી ગોસ્વામી રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ જસવંતસિંહ સોલંકી બી. પી. ગુંસાઈ શિલાબેન બારીયા કારોબારી ચેરમેન દાનાભાઈ વાવીયા સરપંચ સંગઠન ના ભગાભાઇ આહિર ભરત મઢવી રમેશ ભાઈ ખોડ ભીખુભાઈ સોલંકી સહિત ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે મળેલી બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા તાલુકા પંચાયત પ્રમુખ હમિરજી સોઢા વિગેરે એ કોવિડ 19 અંતર્ગત વિવિધ પ્રકારના નિયમો અંગે તેમજ સેનેટાઈઝેશન માસ્ક પહેરી લોકો ને બહાર નિકળવા સામાજીક અંતર તેમજ વેકશિન અંગે ના ફાયદા અંગે સમજણ અને માહિતી આપી હતી અને કોવિડ ને નાથવા માટે કડક પગલાં લેવા અને લોકો ને કોવિડ અંગે માહિતી આપી નિયમો અંગે જણાવ્યું હતું.