ગોંડલમાં રહેતા એક મહિલાએ પતિના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી

મળતી માહિતી મુજબ/ ગોંડલના મોવિયા રોડ પર પશુ દવાખાના સામે રૈયાણી નગરમાં રહેતા એક મહીલાએ પોતાના પતિના ત્રાસ થી કંટાળી ઝેરી દવા ગટગટાવી લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. આ અંગે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.