લીંબડી શહેરમાં રાત્રી સંચારબંધી નો આરંભ લોકો ઘર તરફ જવા માટે ઉતાવળા થયા

લીંબડી શહેર માં સંચારબંધી જાહેર કરવામાં આવી છે ત્યારે કોરોના ની ચેઈન તોડવા માટે રાત્રી કરફ્યુ ની અમલવારી કરવામાં આવી છે. ત્યારે લીંબડી ના જાહેર રસ્તા તેમજ રોડ બન્યા સુમ સામ રાજ્ય માં વધતી જતી કોવિડ-19 સંક્રમણ ની વિકટ પરિસ્થિતિ ને ધ્યાને લઈ ને રાજ્ય સરકારે વીસ જિલ્લા માં રાત્રી કરફ્યુ જાહેર કર્યું છે આજે લીંબડી શહેર માં પ્રથમ દિવસે પોલીસે મોબાઈલ વાન કરી રાત્રી કરફ્યુ ની જાહેરાત અને સરકારી ગાઈડલાઈન તથા માસ્ક નો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો જેને પગલે આજે ઢળતી સાંજે શહેરમાં વ્યવસાય, નોકરી, ધંધે આવેલા લોકો પોતાના વ્યવસાયી એકમો ટપોટપ બંધ કરી ને રવાના થયા હતા તો શહેરના મુખ્ય માર્ગો પર ના ગ્રીન ચોક, શાક માર્કેટ, બહેલાપરા, જુના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ રોડ માં સહિતનો લીંબડી પોલીસ કાફલો ખુલ્લી રહેલી દુકાનો તથા એકમો બંધ કરાવ્યા હતા .

રિપોર્ટર: મહિપત ભાઈ મેટાલિયા, લીંબડી ચુડા 9016979696