જુનાગઢમાં કફર્યુ દરમ્યાન ખુલ્લે આમ ભંગ કરનાર 17 ઇસમોની ધરપકડ

મળતી માહિતી મુજબ/ જુનાગઢમાં કફર્યુ દરમ્યાન જાહેરનામા ભંગ પોલીસે 17 શખ્સોની અટકાયત કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કોરોના મહામારીના પગલે ગુરુવારે જુનાગઢ સહિત રાજયના ર0 શહેરોમાં રાતના 8 થી સવારના 6 સુધી કફર્યુ લગાવવા માટે નિર્ણય કરેલ છે. કફર્યુનો પાલન કરાવવામાં આવ્યો હતો. આ અંગે રાત્રીના 8 થી સવાર સુધીમાં એ ડીવીઝન પોલીસે 7 ઇસમો તથા બી ડીવીઝન પોલસે 4 ઇસમો અને સી ડીવીઝન પોલીસે 6 ઇસમો સામે જાહેરનામા ભંગ સબબ ધરપકડ કરવા કાર્યવાહી કરી હતી.