રાપર પોલીસ ઈન્સ્પેક્ટરએ પાંત્રીસ માસ્ક અંગે દંડ ફટકાર્યો અનેક વેપારીઓને દંડનીય કાર્યવાહી કરી ચેતવણી આપી

રાપર: આજે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર  તરીકે મુકાયેલા પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એમ. જાડેજા એ આજે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર નો ચાર્જ સંભાળતા ની જ સાથે રાપર શહેરમાં મુખ્ય બજાર માલી ચોક સલારીનાકા ભુતિયા કોઠા રોડ મુખય બજાર એસ.ટી સ્ટેન્ડ સહિત ના વિસ્તારમાં મા પોલીસ કર્મચારીઓ નું ફુટ પેટ્રોલિંગ પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટિલ અને ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે. જી ઝાલા ના માર્ગદર્શન હેઠળ રાપર શહેરમાં કાયદો અને વ્યવસ્થા નો તેમજ કોવિડ 19 ના નિયમ નો ચુસ્તપણે કડક પગલાં લેવા માટે તાકીદ કરવામાં આવતા રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એમ જાડેજા પીએસઆઇ જે. એચ. ગઢવી જી. જી. જાડેજા સહિત ના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ રાપર શહેરમાં માસ્ક વગર ફરતા લોકો ને દંડ ફટકાર્યો હતો તો પંદર જેટલા વેપારીઓ માસ્ક વગર ધંધા મા રચ્યા હતા ત્યારે પોલીસ ની એન્ટ્રી જોઇ ને મોતીયા મરી ગયા હતા અને આજે પોલીસ દ્વારા માસ્ક ભંગ નો દંડ ફટકાર્યો હતો આજે પાંત્રીસ જેટલા લોકો ને માસ્ક અંગે દંડ ફટકારવામાં આવ્યો હતો આમ આજે રાપર શહેરમાં પોલીસ ની કડક કાર્યવાહી થી લોકો અને વેપારીઓ એ કોરોના અંગે પાલન કરવા ની શરુઆત કરતા કોરોના ના નિયમ નું પાલન ના કરતા વેપારીઓ અને તત્વો મા ફફડાટ વ્યાપી ગયો હતો.