રાપર ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અંગે કલેકટર દ્વારા મુલાકાત લેવાઈ

રાપર: વાગડ વિસ્તારમાં દિન પ્રતિદિન વધી રહેલા કોવિડ 19 અંતર્ગત કોરોના ના કેસો અંગે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા છે ત્યારે આજે રાપર આઇ.ટી. આઇ. મોર્ડન સ્કૂલ તેમજ ખાનગી સંસ્થાઓની હોસ્પિટલમાં રાપર તાલુકા મા આવતા કોરોના ના કેસ ના દર્દીઓ ને સારવાર મળી રહે તે માટે ત્રીસ થી વધુ દર્દીઓ માટે હોસ્પિટલ શરૂ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર એ કમરકસી છે ત્યારે આજે રાપર ખાતે એકાએક જિલ્લા સમાહર્તા તેમજ અધિક કલેકટર અને ઉચ્ચાધિકારી ની મુલાકાત થી સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું હતું. આજે કલેકટરની મુલાકાત દરમિયાન કોરોના અંગે કોવિડ 19 અંતર્ગત નિયમો નો કડક અમલ કરવા માટે તેમજ સામાજિક અંતર રાખવા સહિત ના પ્રશ્નો અંગે ચર્ચા કરવામા આવી હતી. આજે કલેકટર ની મુલાકાતના લીધે આરોગ્ય તંત્ર ધ્વારા જાગૃત કરવા માટે સુચના આપી હતી આજે આ મુલાકાત સમયેજિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. અધિક કલેકટર કુલદીપ સિંહ ઝાલા ભચાઉ પ્રાંત અધિકારી પી એ જાડેજા જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ રાપર તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ ચીફ ઓફિસર મૌલિક વૈશ બાંધકામ વિભાગ ના નાયબ કાર્યપાલક ઈજનેર એચ. વી. જાની નાયબ મામલતદાર ભીખાભાઈ કોરાટ મદદનીશ ઈજનેર ભરત ભાઈ નાથાણી આચાર્ય પી. બી. ઝાલા નાયબ મામલતદાર મહેશ ઠક્કર નિકુલસિંહ વાધેલા  અર્બન હેલ્થ સેન્ટર ના ડો. પૌલ તેમજ અન્ય આરોગ્ય વિભાગ ના અધિકારી અને નરેશ ચૌધરી કનુભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.