અંજાર તાલુકાનાં ટપ્પર જળાશય ઉંડુ ઉતારવાનો પ્રારંભ કરાવતા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર

ભુજ, રવિવારઃ

        જળ સંચયની કામગીરી અંતર્ગત જળ સંપતિ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦માં સુજલામ-સુફલામનો પ્રારંભ સમગ્ર ગુજરાત રાજયમાં કરવામાં આવેલ હતો. જેને મળેલ અદભુત સફળતાને ધ્યાને લઇ ચાલુ વર્ષે જળસંચયનો વ્યાપ વધે તે માટે રાજય સરકાર દ્વારા સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૧ તા.૧લી અપ્રિલ-૨૦૨૧ થી તા.૩૧મી મે-૨૦૨૧ સુધીનું આયોજન કરવામાં આવેલ છે.

        જે અંતર્ગત અંજાર તાલુકાના કુલ ૨૬ તળાવો ઉંડા ઉતારવાના કામો મંજુર થયેલ છે. જે પૈકી ટપ્પર ગામે આવેલ ટપ્પર જળાશય યોજનાને ઉંડુ ઉતારવાના કામનું આજરોજ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.       

આ તકે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ કામ અંતર્ગત ૩૦ હજાર ઘનમીટર માટીકામનું આયોજન કરવામાં આવેલ છે તે માટીનો ઉપયોગ ટપ્પર જળાશય યોજનાના માટીપાળાની મજબૂતીકરણ માટે કરવામાં આવશે.

આ તકે અગ્રણીઓ સર્વશ્રી ગોપાલભાઇ માતા, માદેવાભાઇ માતા, સરપંચશ્રી રમેશભાઇ, પચાણ રબારી, કરણાભાઇ પટેલ, ટપ્પર તાલુકા પંચાયત સદસ્ય ભુરાભાઇ છાંગા, ભરતભાઇ ચૈયા, શંકરભાઇ મ્યાત્રા, રમજુભાઇ કોલી, ગોવાભાઇ રબારી, બાબુભાઇ રબારી, નાગજીભાઇ રબારી, રવજીભાઇ મ્યાત્રા તેમજ સિંચાઇ વિભાગના તાલુકા નોડલ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.