રાજકોટમાં કોરોનાના મુખમાં વધુ 40 લોકો ધકેલાયા

મળતી માહિતી મુજબ/ રાજકોટમાં કોરોના કહેર બેકાબુ બની જતાં પોઝીટીવ કેસ નોંધાતા મૃત્યુ આંકમાં વધારો થતા હાહાકાર મચી જવા પામ્યો છે. આજે વધુ 40 દર્દીઓના મોત જાહેર થયા છે.
આરોગ્ય વિભાગે આજે સવારે જાહેર કરેલા બુલેટીનમાં 42 દર્દીઓના મોત જાહેર કર્યા છે. કાલના 45 મોતમાં 8 દર્દીના મોત કોવિડથી થયાનો ડેથ ઓડીટ કમીટીએ રિપોર્ટ આપ્યો છે. બે દિવસમાં 87 કોરોના દર્દીઓ મોતના મુખમાં ધકેલાતા ભયાવહ માહોલ જોવા મળી રહયો છે.