બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટે કોરોના-૧૯ માટેની સુચનાઓનું પાલન કરવા સંદર્ભે પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

સમગ્ર દેશમા COVID-19 ની અસરોને ધ્યાને લેતાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૪/૦૩/૨૦૨૦ ના હુકમ થી સમગ્ર દેશમાં તા.૨૫/૦૩/૨૦૨૦ થી ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખાવામાં આવેલ ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયના વખતોવખતના હુકમથી આ અવધી તા.૨૮/૦૨/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ તથા કેટલીક પ્રવૃત્તિઓ તબક્કાવાર શરૂ કરવામાં આવેલ છે.
સમગ્ર દેશમાં કોવીડ-૧૯ ની અસરોને ધ્યાને લેતાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૪/૦૩/૨૦૨૧ ના હુકમ થી તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી અવધિ લંબાવવામાં આવેલ છે તથા કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે.
ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૩૦/૦૩/૨૦૨૧, તા.૦૬/૦૪/૨૦૨૧ તથા ૧૨/૦૪/૨૦૨૧ના હુકમ અનુસાર સમગ્ર રાજ્યમાં જાહેર કરવામાં આવેલ કન્ટેઈનમેન્ટ ઝોન તથા તેની બહારના વિસ્તારો માટે તા.૦૧/૦૪/૨૦૨૧ ના અનુસાર ૦૦.૦૦ કલાકથી તા.૩૦-૦૪-૨૦૨૧ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જેથી તા.૦૧/૦૪/૨૦૨૧ ના રોજ બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૧૨/૦૪/૨૦૨૧ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા અન્ય માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે જે સંદર્ભ બોટાદ જિલ્લામાં કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૩૩(૧) તથા ૪૩, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અન્વયે જાહેરનામાં દ્વારા તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી કન્ટેઈમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સુચનાઓનુ ચુસ્તપણે પાલન કરવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર તા.૧૪/૦૪/૨૦૨૧ થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦ (પચાસ) થી વધુ વ્યકિતઓ એકઠા થઈ શકશે નહિ, મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ – ઉત્તરક્રિયામાં ૫૦ (પચાસ) થી વધારે વ્યકિત એકત્ર થઈ શકશે નહી, જાહેરમાં રાજકીય/સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે, એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહી તથા જાહેરમાં લોકો એકત્ર થઈ શકશે નહી, તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે, સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી રાખવાની રહેશે અથવા alternate day એ કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરવાની રહેશે આવ્યશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહી, બોટાદ જિલ્લાના તમામ ધાર્મિકસ્થાનો તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા વિધિ ધાર્મિક્સ્થાનોના સંચાલકો – પુજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામા આવે તે સલાહ ભર્યું છે શ્રધ્ધાળુઓને પણ ધાર્મિકસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવા અનુરોધ કરવામાં આવે છે, આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, તા.૦૧/૦૪/૨૦૨૧ તથા તા.૦૭/૦૪/૨૦૨૧ ના રોજ બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામાઓથી બહાર પાડવામાં આવેલી સુચનાઓ તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અન્ય સુચનાઓ યથાવત રહેશે અને તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામું તા.૩૦/૦૪/૨૦૨૧ ના કલાક ૨૪.૦૦ સુધી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. તેમજ આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.