રાપરમા પોલીસ અને નગરપાલિકાએ કોરોના સંક્રમણ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી

રાપર: હાલ દેશમાં કોવિડ 19 અંતર્ગત કોરોના ના કેસમાં દિવસે દિવસે વધારો થતો જાય છે અને દરરોજ અનેક લોકો મોત ને શરણ થઈ રહયા છે ત્યારે રાજ્ય મા પણ કોરોના નો અજગરી ભરડો વધી રહ્યો છે કચ્છ જિલ્લામાં પણ કોઈ ગામ કે વિસ્તારમાં કોરોનાનો દર્દીઓ ના હોય તેવો વિસ્તારો નહિ હોય વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે દિવસે કોરોના ના કેસમાં વધારો થાય છે અનેક ગામોમાં લોકો ના મોત થયા છે પરંતુ સરકારી રેકર્ડ પર દર્શાવવામાં આવતા નથી કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની તપાસ થતી નથી અને લોકો ની ગાફેલિયત જોવા મળે છે અને વધુ બિમાર થાય છે ત્યારે સારવાર માટે હોસ્પિટલમાં આવે છે રાપર તાલુકામાં લગભગ ગામો એ વીસ થી વધુ કેસ કોવિડ ના એક્ટીવ છે તો કોઈ ગામ મા તો પચાસ થી વધુ કેસ છે તો તાલુકા મથક રાપરમાં દરરોજ ના રેપિડ એનટીજન ટેસ્ટ મા સાઈઠ થી સિતેર લોકો ના સેમ્પલ લેવામાં આવે છે જેમાં સરેરાશ વીસ પોઝીટીવ કેસ બહાર આવી રહ્યા છે તો બીજી તરફ લોકોનું વેકશીન લેવા પ્રત્યે ની ઉદાસીનતા જોવા મળે છે ત્યારે રાપર શહેર મા અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ વકરી રહ્યા છે

ત્યારે આજે તાલુકા મથકે મુખ્ય બજારમાં રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એમ જાડેજા ચીફ ઓફિસર મૌલિક વૈશ મામલતદાર એચ જી પ્રજાપતિ નાયબ મામલતદાર મહેશ ઠક્કર સહિત ના વહિવટી તંત્ર દ્વારા શહેર મા આડેધડ વેપાર ધંધો કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી હતી શહેરમાં વધતા કોરોના ના કેસમાં વેપારી અને ગ્રાહક ની લાપરવાહી છે કારણ કે રાપર શહેરમાં કોઈ વેપારી સોશિયલ ડીસ્ટીંગ નો અમલ કરતાં નથી અને માસ્ક પહેરી ને રાખતા નથી તેમજ દુકાનની બહાર શાકભાજી ના વેપાર ધંધા કરતા લોકો ને ભાડે આપી કોરોનાનો વ્યાપ વધારી રહ્યા છે ત્યારે આજે પોલીસ નગરપાલિકા અને મામલતદાર ની ટીમ શહેર ની મુખ્ય બજારો માલીચોક એસ.ટી રોડ ભુતિયા કોઠા રોડ સલારી નાકા સહિત ના વિસ્તારોમાં ટ્રાફિક જામ થઇ જાય તે રીતે નડતર રૂપ લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા તો દુકાનો ની બહાર સરસામાન રાખતા વેપારીઓ ની સામે પગલાં ભરવા મા આવ્યા હતા રાપર શહેરમાં કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવા મા આવતા લોકો મા આનંદની લાગણી પ્રસરી હતી તો હજુ પણ રાપર શહેરમાં અનેક સ્થળોએ ચાર થી વધુ લોકો એકઠા થઈ રહયા છે અને રાત્રે ભેગા થવા લાગ્યા છે જે કોરોના ને આમંત્રણ આપી રહ્યા છે જો નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા રાત્રે નવ વાગ્યા બાદ ખાણી પીણી અને ઠંડા પીણાં તેમજ નાસ્તા ની દુકાનો બંધ કરાવવા માટે કાર્યવાહી કરે તો કોરોનાનો વ્યાપ વધતો અટકી જાય આજે વહિવટી તંત્ર ની કામગીરી ને લોકો એ બિરદાવી હતી