વધતા જતા કોરોના કેસોને પગલે અને કોરોનાને કારણે થતા મૃત્યુને કારણે આજથી રાજકોટ જિલ્લાનું ઉપલેટા શહેર આજથી ચાર દિવસ માટે કરાયું છે લોકડાઉન

કોરોના કેસ ફરી એક વખત તબાહી મચાવી છે લોકો તેમની ઝપેટમાં આવી રહ્યા છે play દરેક વ્યક્તિ પોતાની આસપાસ કોરોના ને કારણે સ્નેહીઓ પરિવારજનો અથવા તો નજીકના કોઈ સંબંધીને મૃત્યુ પામતા જોઈ રહ્યા છે આવી ગંભીર પરિસ્થિતિમાં અને કોરોનાવાયરસ ની મહામારી માં થતા મોત અને પોઝિટિવ કેસ ની સંક્રમિત થવાની ચેનને તોડવા માટે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચાર દિવસ માટે આજથી સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરેલું છે ત્યારે આ લોકડાઉન ની અંદર સૌથી વધુ સહયોગ શહેરના વેપારીઓ દ્વારા આપવામાં આવ્યો છે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ અને ઉપલેટા નગરપાલિકા દ્વારા બેઠક યોજાઇ હતી જેમાં ચાર દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ નિર્ણય બાદ ઉપલેટા શહેરના વેપારીઓ આગેવાનો વગેરે દ્વારા વધતા જતા કોરોના કેસો ને કારણે અને તેમનું સંક્રમણ અટકાવવા માટે આજથી ચાર દિવસ માટે ઉપલેટા શહેર સંપૂર્ણ લોકડાઉન રહેશે