ભુજ તાલુકાના કેરા ગામે ખોજા જમાતના એ ચર્ચાસ્પદ આર્થીક કૌભાડ મામલે 4 સામે 1.44 કરોડની ઉચાપતની પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાઇ

મળતી માહિતી મુજબ/ ભુજના કેરા ગામમાં ખોજા જમાતમાં થયેલા આર્થીક ગોટાળાની આમતો ગણા સમયથી ફરીયાદ અને ચર્ચા છે. તેમજ અગાઉ આ મુદ્દે નાની-મોટી ચકમક સહિતના મામલાઓ પણ બહાર આવી ગયા છે. જો કે 2008 થી 2018 વચ્ચે જમાતમાં હોદ્દા પર રહેલા ચાર જવાબદાર વ્યક્તિઓ વિરુધ્ધ પુરાવા સાથેની ફરીયાદ માનકુવા પોલિસ સ્ટેશને દાખલ કરાઇ રહી છે. જેમાં 1.44 કરોડની ઉચાપત મુંબઇ કેનેડા,સહિત વિવિધ લોકોએ જમાતને આપેલા પૈસામા કરાઇ છે. ખોજા સિયા ઇસ્ના અસરી જમાત કેરાના સેક્રેટરી ફઝલેઅબ્બાસ ઔનઅલી ખોજાએ આ ફરીયાદ કરી છે. જેમાં આરોપી તરીકે 2008 થી 2018 દરમ્યાન જમાતના વિવિધ હોદ્દા પર રહેલા(1) રજબઅલી ગુલામહુસૈન અલી પુર્વ સેક્રેટરી (2) અસ્લમ હસન અલી ખજાનચી પુર્વ (3) નજર અબ્બાસ હુસૈનઅલી કારબારી સભ્ય પુર્વ(4) મહમંદ ફકીરમામદ કારોબારી સભ્ય પુર્વ સામે 406,420,114 સહિત વિવિધ કલમો તળે માનકુવા પોલિસ સ્ટેશને ફરીયાદ દાખલ કરાઇ છે. અને પોલિસે આ બાબતે કાર્યવાહી શરૂ કરી છે.