ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના પ્લાન-એસ્ટીમેટ માટે ઈજનેરોની પેનલમાં નામ નોંધાવવા ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી અરજી કરી શકાશે
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના પ્લાન એસ્ટીમેટ તેમજ નકશા તૈયાર કરવા માટે ઈજનેરોની પેનલમાં નવા નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પેનલમાં નવું નામ તા. ૦૧/૦૪/૨૦૨૬ થી તારીખ: ૩૧/૦૩/૨૦૨૯ સુધીની ત્રણ વર્ષની મુદત માટે દાખલ કરવામાં આવશે. આથી ઈચ્છુક ઈજનેરશ્રીઓએ અરજી પરિશિષ્ટ-અ તથા રિન્યુઅલ માટે પરિશિષ્ટ-બ મુજબની અરજી સાથે જરૂરી આધાર-પુરાવાઓ બે નકલમાં તા. ૨૦/૦૨/૨૦૨૬ સુધીમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, રૂમ નંબર ૨૨૦, બહુમાળી ભવન, ભુજ-કચ્છની કચેરીને મોકલી આપવાની રહેશે.
વધુ માહિતી માટે ટેલીફોન નં. (૦૨૮૩૨)-૨૫૧૭૫૩ ઉપર સંપર્ક કરવા નાયબ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભુજ-કચ્છની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.