રાપર પોલીસે કોરોના ફેલાવતા તત્વો અને ટ્રાફિક જામ કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી

રાપર: હાલ સમગ્ર દેશને હચમચાવી મૂકે તેવા કોવિડ 19 અંતર્ગત કોરોના એ ભરડો લઈ લીધો છે ત્યારે સરકાર દ્વારા અવારનવાર માસ્ક પહેરીને બહાર આવો.. સોશિયલ ડીસ્ટીંગ નો અમલ કરો કામ વગર બહાર ના આવો.. હાથ ધોવા નું રાખો.. સેનેટાઈઝર નો ઉપયોગ કરવા માટે અને કોરોના ના ફેલાય તેવી ભીડભાડ ના કરવા સહિતના નિયમો અંગે જાણકારી આપી રહી છે પરંતુ આવો અમલ લોકો અને વેપારીઓ ભાગ્યે જ કરે છે ત્યારે વહીવટી તંત્ર એ કડક કાર્યવાહી કરવા માટે આગળ આવવું પડે છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકા ના મુખ્ય મથક રાપર ખાતે જાણે કોરોનાનો કોઈ ડર ના હોય તે રીતે લોકો વર્તન કરે છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા માટે અમલ કરાવવો પડે છે. સતત રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એમ જાડેજા પીએસઆઇ જે. એચ. ગઢવી સહિત નો સ્ટાફ આજે રાપર શહેરમાં એસ.ટી ડેપો. દેના બેંક ચોક સલારી નાકા મુખ્ય બજારો સહિત ના વિસ્તારોમાં આડેધડ પાર્ક કરવા મા આવેલ વાહનો તેમજ ટ્રાફીક ને નડતર રુપ અડચણો દૂર કરી હતી તો શહેરમાં સોશિયલ ડીસ્ટીંગ નો ભંગ કરતા વેપારીઓ અને ગ્રાહકો સામે કાર્યવાહી કરી હતી તો માસ્ક વગર ફરતા લોકો ને દંડ ફટકાર્યો હતો આમ રાપર તાલુકા મા અને તાલુકા મથકે કોવિડ 19 અંતર્ગત કોરોના ના ફેલાય તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.