રાપરમાં સ્વૈચ્છીક લોકડાઉનમા પ્રતિસાદ મળ્યો

રાપર: હાલ કોવિડ ના કહેર વચ્ચે કોરોના એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે રાજ્ય મા પણ કોરોના નો હાહાકાર મચી ગયો છે ત્યારે ગામે ગામ લોકો ગ્રામ પંચાયત અને વેપારી મંડળ દ્વારા લોકોને સ્વેચ્છાએ લોકડાઉન કરવા માટે અપીલ કરી રહ્યા છે ત્યારે આજ થી રાપર શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ ની અપીલ ને માન આપીને રાપર શહેરના તમામ વેપારીઓ એ સ્વેચ્છાએ લોકડાઉન કર્યું હતું બપોરે બે વાગ્યા બાદ લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રી નિલેશ માલી એ જણાવ્યું હતું કે હાલ કોરોના ના સંક્રમણ ને રોકવા માટે એક માત્ર લોખ ડાઉન છે અને તે કરવામાં આવે તો કોરોના નું સંક્રમણ રોકી શકાય રાપર શહેરમાં દરરોજ રેપિડ મા અસંખ્ય કેસો આવી રહ્યા છે હાલ ના સંજોગોમાં હવા મા કોરોનાના સંક્રમણ ફેલાયા છે ત્યારે લોકો અને વેપારીઓ એ સ્વેચ્છાએ લોકડાઉન કરવું જરૂરી છે વેપારી મંડળ દ્વારા હાલ 19/4 થી 25/4 સુધી નું સ્વેચ્છાએ લોકડાઉન કરવા માટે અપીલ કરી છે જો કોરોના નું સંક્રમણ ઓછું થયું તો લોક ડાઉન લંબાવવા મા આવશે આજે આવશ્યક જીવન જરૃરી ચીજ વસ્તુઓ જેવી કે મેડિકલ.. દુધ ની દુકાનો.. હોસ્પિટલ ને છુટછાટ આપવામાં આવી છે રાપર મા કોરોના પોઝીટીવ આવેલા ત્રણ લોકો ના ભુજ ખાતે મૃત્યુ થયું હતું જેમનો અગ્નિ સંસ્કાર રાપર ખાતે કોવિડ અનુસાર કરવામાં આવ્યો હતો બે મહિલા જેમાં એક મા દિકરા ના મોત થતાં હાહાકાર મચી ગયો હતો તો રેપિડ મા દરરોજ પંદર થી વીસ લોકો પોઝીટીવ કેસ આવી રહ્યા છે જેમને હોમ આઇસોલેશન કરી સારવાર આપવામાં આવે છે આમ આજે પ્રથમ દિવસે સ્વેચ્છાએ લોકડાઉન ને સુંદર પ્રતિસાદ મળ્યો હતો શહેરની લગભગ બજાર બંધ જોવા મળી હતી