લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા ટીફીન સેવા શરૂ કરવામાં આવી

દર્દીઓના સગા ફોન કરીને ટીફીન ઘરે મંગાવી શકે છે જે તમામ સુવિધા માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી રહી છે
હાલમાં લીંબડી માં કોરોના નો કાળો કેર તુટ્યો છે ત્યારે લોકોના ધંધા રોજગારી ભાગી પડ્યા છે ત્યારે આ બાબતે લોકસેવા બાબતે લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિ ટીમ આગળ આવી ભોજન ટીફીન સેવા શરૂ કરવામાં આવી હતી અને માનવ અધિકાર નિગરાની સમિતિના 4 યોધ્ધાઓ જીલ્લા પ્રમુખ, જીલ્લા ઉપપ્રમુખ તાલુકા પ્રમુખ અને સુરેન્દ્રનગર શહેર મંત્રીનુ દુઃખ અવસાન થતાં 4 દિવસ ટીફીન સુવિધા બંધ કરવામાં આવી હતી ત્યારે હાલ પાછી આ ટીફીન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે તો જરૂરીયાતમંદ લોકોને ફોન કરીને ઘરે ટીફીન મંગાવી શકે છે માનવ અધિકાર નિગરાની સમિતિના સભ્યો દ્વારા ભોજન ટીફીન ઘરે પહોંચતું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને માનવ સેવા એજ પ્રભુ સેવા રૂપી ઉદાહરણ લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બાઈટ જીલ્લા મહામંત્રી
રિપોર્ટર: મહિપતભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696