માંડવી તાલુકાના મસ્કા ગામે છેલ્લા એક વર્ષ થી “જહાં કમ હૈ વહાં હમ હૈ” ના સૂત્ર સાથે યુવાનો દ્વારા સેવા યજ્ઞ કરાઇ રહ્યું છે

વધુ વિગત આપતા મસ્કા ગામનાં સરપંચ કીર્તિભાઈ ગોર એ જણાવ્યું હતું,કે એક વર્ષ થી અહીં કોવિડ મહામારી મા મૃત્યુ પામેલા સદગત ની અંતિમ વિધિ મસ્કા ના વૈષ્ણવ સમાજ અને અહીં ના યુવાનોના સહયોગ થી અંતિમ ક્રિયા કરાય છે.અને આ મહામારી મા દુઃખી કુટુંબો ને વ્હારે અહીં ના યુવાનો ખડે પગ ઉભા છે.કોઈ પણ નાત જાત નો ભેદ ભાવ રાખ્યા વિના અહીં આ સેવા યજ્ઞ કરાઈ રહીયું છે.આ સેવા યજ્ઞ માં સેવા આપતા મસ્કા ગામના યુવાનોને સરપંચ કીર્તિ ભાઈ ગોરે બિરદાવ્યયા હતા.જ્યારે મસ્કા ના તેમજ અહીં કોવિડ માં મૃત્યુ પામતાં સદગ્રસ્ત ના સગા-સંબંધીઓ સરપંચ કીર્તિભાઈ ની આ સેવાકીય કામગીરી ને હંમેશા માટે યાદ રાખશે અને આ સેવા સનાતન હિંદુ ધર્મનો એક ઉધારણ આ યુવાન દ્વારા પૂરું પડાઈ રહ્યું હોવાનું જણાઈ રહયું છે.આ યુવા સરપંચ પાસે જયારે પણ કોઈ મદદની અપેક્ષા રાખીને જાય છે ત્યારે,તે અચૂક પણે નિસ્વાર્થ ભાવે ઉપયોગી થઈ રહયાં છે.