ગઢડા વહીવટી તંત્ર દ્વારા ઇમરજન્સી ફાયરની મોકડ્રિલ યોજાઇ

હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ઘણી જગ્યાએ હોસ્પિટલમાં આગજનીની ઘટનાઓ થઈ રહી છે ત્યારે આજરોજ ગઢડા વહીવટી તંત્ર દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી ફાયરની મોકડ્રિલ યોજાય હતી જેમાં ગઢડા મામલતદાર કચેરી, નગરપાલિકાના કર્મચારી, તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે હાજર રહ્યા હતા.