દાવત એ મુસ્તફા અબડાસા દ્વારા 200 જરૂરતમંદ પરીવારોને રાશનકીટ વિતરણ કરવામાં આવી

વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી ના સંકટ સમયે જરૂરતમંદ પરિવારોને મદદરૂપ થઈ ને અબડાસા તાલુકા ની દાવત એ મુસ્તફા સંસ્થા ના પ્રમુખ મુફ્તી એ આઝમ કચ્છ પરીવાર ના સૈયદ સલીમબાપુ દ્વારા અબડાસા તાલુકા ના 200 જરૂરતમંદ પરીવારો ને રાશનકિટ વિતરણ કરવામાં આવી હતી. અબડાસા તાલુકા ના કન્ટેમેન્ટઝોન જાહેર થયેલા ગામડાંઓ માં જરૂરતમંદ પરીવારો ને તપાસ કરી ને તેમના ઘરે રાશનકિટ તેમના ઘર સુધી પહોંચતી કરવા નું મહા ભગીરથ કાર્ય દાવત એ મુસ્તફા અબડાસા સંસ્થા ના પ્રમુખ સૈયદ સલીમબાપુ દ્વારા કરવામાં આવે છે.
રિપોર્ટ બાય:દિલુભા જાડેજા-અબડાસા