મહિલા પોલીસ સ્ટેશનના મહિલા અત્યાચારનાં ગુનામાં છેલ્લા એક વષથી નાસતા ફરતા આરોપીને ગોંડલ ખાતેથી પકડતી પાડતી પેરોલ ફર્લા સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ

બોડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ દ્વારા રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અનવ્યે એલ.સી.બી પશ્ચીમ કચ્છ-ભુજના ઇન્ચાજે પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.જે.રાણા તથા પો.સબ.ઈંન્સ એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફલો સ્કોડ, ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા. આજરોજ પેરોલ ફલો સ્કોડના સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા અરોપીઓ પકડવા માટે પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, મહિલા પો.સ્ટે. ફ.ગુર.નં ૯/૨૦૨૦ ઇપીકો કલમ-૪૯૮(એ),૩૨૩,તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબના ગુના કામે છેલ્લા એક વર્ષેથી નાસતો ફરતો આરોપી જમીલઅખ્તર હાસમશા રફાઈ મૂળ રહે.એલાઈન્સ હોસ્પિટલ પાછળ.,મુંદરા હાલ રહે.પીપળીયારા,તા.ગોંડલ,જી.રાજકોટ વાળો હાલે પીપળીયારા,તા.ગોંડલ,જી.રાજકોટ મધ્યે તેના ઘરે હાજર છે.તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આધારે સ્ટાફના માણસોએ તુરંત વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને ઉપરોક્ત ગુના બાબતે પીપળીયારા,તા.ગોંડલ,જી.રાજકોટ થી ભુજ પેરોલ ફલા સ્કોડની કચેરીએ લાવી પુછપરછ કરતા પોતે આ ગુનામા નાસતો-ફરતો હોય સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે મહિલા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. ઉપરોકત કામગીરીમાં એલ.સી.બી પશ્ચીમ કચ્છ-ભુજના ઇઈન્ચાજ પોલીસ ઇન્સપેક્ટરશથ્રી એસ.જે.રાણા તથા પો.સબ.ઈન્સ એચ.એમ.ગોહિલ તથા પેરોલ ફલો સ્કોડના એ.એસ.આઈ હરીલાલ રામજી બારોટ તથા પો.હેડ કોન્સ. ધમેન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી, રઘુવિરસિંહ જાડેજા તથા તથા ડ્રા.પો.કો. સુરેશભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.