કોરોના મહામારીને સબંઘે સાવચેતી રાખવા પોલીસ અઘિક્ષકશ્રી, બોટાદનાઓના નેતૃત્વ હેઠળ બોટાદ આગામી તહેવારોની ઉજવણીમાં નિયમોનું પાલન કરવાં મિટીંગ યોજવામાં આવી

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી અન્વયે બોટાદ શહેર તથા સમગ્ર જિલ્લાની જનતાને સાવચેતી સંદેશ આપવા સારૂ આગામી દિવસોમાં આવનાર ઈદના તહેવાર અનુસંધાને બોટાદ શહેરના મુસ્લીમ સમાજના અલગ-અલગ કમીટીના આગેવાનો તેમજ મસ્જીદોના મૌલવીઓની મીટીંગ જિલ્લા પોલીસ અઘિક્ષકશ્રી, હર્ષદ મહેતા સાહેબનાઓના અઘ્યક્ષ સ્થાને શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, બોટાદ તથા શ્રી એચ.આર.ગોસ્વામી, ઈ.ચા. પો.ઈન્સ. બોટાદ પોલીસ સ્ટેશનનાઓની હાજરીમાં બોટાદ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલ જેમાં આગામી સમયમાં ઉજવણી થનાર રમજાન ઇદના દિવસે હાલમાં ચાલી રહેલ કોવીડ-૧૯ નોવેલ કોરોના વાયરસ અંગેની સરકારશ્રીની ગાઇડલાઇનનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરીને બોટાદ સાળંગપુર રોડ ઇદગાહ ખાતે ભેગા થઇ નમાજ પઢવાના બદલે પોતાના ઘરે જ રહી નમાજ અદા કરવી, બહાર એકઠા ન થવા સમજ કરવામાં આવી. તેમજ મસ્જીદોના મૌલાના સાહેબ દ્વારા આ સુચનાઓનુ પાલન થાય તેવો સમાજમાં મેસેજ આપવા જણાવવામાં આવ્યુ તેમજ કબ્રસ્તાન કમીટીના પ્રમુખ અને સભ્યોને સમજ કરવામાં આવેલ કે કબ્રસ્તાનમાં મરણ વખતે દફનવીધીમાં નિયમથી વધારે લોકો એકઠા ન થાય એ માટે જરૂરી તકેદારી રાખવી અને સમાજના લોકોને પણ આ સંદેશ આપે તેવી સમજ કરવામાં આવી.