રાપર પોલીસે એસી વેપારી અને લોકોને કોરોનાની ગાઈડ લાઈન ભંગ બદલ દંડ ફટકાર્યો

રાપર: હાલ કોવિડ 19 અંતર્ગત કોરોના ના કહેર વરસી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કોરોના ને ફેલાતા અટકાવવા માટે તનતોડ મહેનત કરવા મા આવી રહી છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં આવતા વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં કોવિડ 19 અંતર્ગત સરકાર દ્વારા ગાઈડ લાઈન પાડવામાં આવી છે કે જેમાં વેપારીઓ એ ત્રણ થી વધુ લોકો ભેગા ના કરવા.. માસ્ક પહેર્યા વગર શોપ કે દુકાન પર આવવા ના દેવા.. સેનેટાઈઝર નો ઉપયોગ કરવો તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની ગાઈડ લાઈન ના ભંગ ના કરવો તે બાબતે રાપર પોલીસ દ્વારા શહેરના માલી ચોક.. એસ.ટી રોડ.. શાકભાજી માર્કેટ.. દેના બેંક ચોક.. સલારી નાકા.. ભુતિયા કોઠા રોડ.. રાપર ચિત્રોડ માર્ગ.. દેના બેંક નજીક સહિત ના વિસ્તારોમાં રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એમ જાડેજા પીએસઆઇ જે એચ ગઢવી. પીએસઆઇ જી. જી. જાડેજા સહિત ના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ પોલીસ કાફલા સાથે પેટ્રોલિંગ દરમિયાન રાપર શહેર ના લગભગ પચાસ જેટલા વેપારીઓ અને ત્રીસ થી વધુ લોકો કોરોના ની ગાઈડ લાઈન નો ભંગ કરવા બદલ દોષિત થતાં સ્થળ પર પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં એસી લોકો ને દંડ ફટકાર્યો હતો જેમાં એસી હજાર નો દંડ કોવિડ અંતર્ગત ફટકારવા મા આવ્યો હતો.