ગુજરાતમાં રાજ્યમાં વધતા જતા મ્યુકોમાયરોસીસ રોગના નિયંત્રણ અને સારવાર માટે સરકારની બેઠક

રાજ્ય સરકાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરાશે. એમ્ફોટિસીરીન B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપયો હાલ 100થી વધુ નોંધાયા લક્ષણો એક બાજુનો ચહેરો સોજી જવો માથાનો દુખાવો નાક બંધ થવું કે સાઇનસની તકલીફ મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો આંખમાં દુખાવો,દ્રષ્ટિ ઓછી થવી તાવ,કફ ,છાતીમાં દુખાવો શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો ઉબકા આવવા કે ઉલટી થવી આંતરડામાં રક્તસ્ત્રાવ જેવા લક્ષણો જોવા મળે છે. મ્યુકરમાઈકોસિસથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે.

રિપોર્ટ બાય: હીનલ –અંજાર

માહિતી :- ગુજરાત માહિતી વિભાગ દ્વારા