બોટાદ ખાતે શરૂ કરેલ કોવીડ-19 હોસ્પિટલમાં ઓકિસજન ટેન્ક અને બેડનો શુભારંભ

શ્રીઆરાધના એન્જીનીયરીંગ કોલેજ સંકુલ, બોટાદ ખાતે  શરૂ કરેલ કોવીડ-19 હોસ્પિટલમાં ઓકિસજન ટેન્ક અને બેડનો  શુભારંભ ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.   અત્રે ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલ ખાતે ઓક્સિજન બેડ સુવિધા પહેલાથી કાર્યરત છે. ડોમમાં 126 પલંગની ક્ષમતાવાળી નવી સુવિધા પણ તૈયાર છે. જેમાંથી ટુંક સમયમાં 25 થી 30 પથારી શરૂ કરવામાં આવશે આ ઉપરાંત ડોમમાં નવા મેડિકલ ઓક્સિજન જનરેટર પ્લાન્ટ સ્થાપિત થયેલ છે. તેમાં ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. જે 68 જમ્બો સિલિન્ડરોની સમકક્ષ છે. તે 25-30 દર્દીઓને 24/7 ઓક્સિજન પ્રદાન કરી શકે છે. આ ઓક્સિજન પ્લાન્ટ મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના સહાયથી આપવામાં આવે છે.

                આ ઉપરાંત બોટાદ ખાતેની ફોર્ચ્યુન હોસ્પિટલને પણ કોવિડ – 19 હોસ્પિટલ તરીકે શરૂ કરવામાં આવી છે જેનો શુભારંભ આજ રોજ ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.

                આ હોસ્પિટલ ખાતે સારવાર લઈ સ્વસ્થ બનેલ દર્દીઓ શ્રી પ્રભાબેન મુળીયા અને શ્રી સરોજબેન વડોદરીયાએ પોતાની સારવાર દરમિયાન કરેલ સેવા બદલ વહીવટીતંત્ર તથા મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો. મંત્રીશ્રીએ આ બંન્ને દર્દીઓના હસ્તે ઓકિસજન ટેન્ક ચાલુ કરાવી લોકાર્પણ કરાવ્યું હતું.

                આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલીતનારાયણસિંધ સાંદુ, અધિક જિલ્લા કલેકટરશ્રી મુકેશ પરમાર, ભાજપ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ વાઘેલા, ચંદુભાઈ સાવલીયા, નગરપાલિકા પ્રમુખશ્રી, પુરવઠા અધિકારીશ્રી મિયાત્રા, મામલતદારશ્રી સુથાર સહિત અધિકારીશ્રી – પદાધિકારીશ્રીઓ તેમજ અન્ય સ્ટાફના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.