લીંબડી કોરોના વેકસીન સેન્ટર ખાતે આજે રસીકરણ કરવા આવેલ લોકોની ભારે ભીડ જોવા મળી હતી

સરકાર દ્વારા કોરોના વેકશીન રસીકરણ માટે સેન્ટરો ઉભા કરવામાં આવેલા છે. લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પણ કોરોના વેકશીનનુ રસીકરણ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે ત્યારે 45 વર્ષ થી 60 વર્ષના જેઓને ડાયાબિટીસ બીપી હોય તેવાં લોકોને કોરોના વેકશીનનુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે તેમજ 60 વર્ષથી ઉપરના લોકોને પણ કોરોના વેકશીનનુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કોરોના વેકસીન સેન્ટર ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે લોકો દ્વારા સોશ્યલ ડિસ્ટેન્સ જાળવાયો ન હતો આ રસીકરણ સેન્ટર ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તેમજ રસીકરણ કરનાર નર્સની કામગીરી પ્રસંસનિય જોવા મળી હતી.
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696