ભુજ તાલુકાનાં લોરીયામાં એક યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી મુજબ/ ભુજના લોરીયામાં એક 28 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ભુજ બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભુજ તાલુકાના લોરીયા સીમમાં રહેતો ઈસમ શનિવારે રાત્રીથી રવિવારે સવારે 7 વાગ્યા સુધી કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ મોત ને વહાલું કરી દીધું હતું. હતભાગીને જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસે વધુની કાર્યવાહી હાથ ધરી હતી.